ચિદમ્બરમનું નેટવર્ક ભારતમાં પ્રામાણિકપણે અને મહેનતના જોરે આગળ વધતા માણસોને હેરાન કરવામાં કંઈ બાકી રાખતું નથી

એક તબક્કે કૉંગ્રેસના નેતા ડી. કે. શિવકુમાર અને ચિદમ્બરમ હવાલા મારફતે થયેલા મની લૉન્ડરિંગના આરોપસર એક જ જેલમાં રખાયા હતા

વિચારક્રાંતિ બ્લોગના છેલ્લા બે ભાગ (1: https://vicharkranti2019.com/2020/05/14/પી-ચિદમ્બરમના-ભોપાળા-હવે/; 2: https://vicharkranti2019.com/2020/05/16/એનએસઈ-સાથેનો-પી-ચિદમ્બરમ/)માં આપણે દેશના ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમનાં દેશની અંદર કરાયેલાં કારનામાંની વાત કરી. હવે જોઈએ કે દેશની બહાર કેવાં-કેવાં કારસ્તાન કરાયાં.

ભારતની બહાર હવાલા નેટવર્ક મારફતે નાણાંની લેવડ-દેવડ થતી હોય છે. રોકડ એકથી બીજા દેશમાં મોકલ્યા વગર જ જેને જોઈતા હોય એને નાણાં પહોંચાડી દેવાની આ સિસ્ટમ છે. ધારો કે દિલ્હીમાં વસતા ‘અબક’ નામનો માણસ લંડનમાં પોતાના ભાઈ ‘સબક’ને 50,000 ડૉલર મોકલવા માગતો હોય તો ‘અબક’ દિલ્હીમાંના હવાલા ટ્રેડર ‘ડબક’ પાસે જઈને રોકડા 50,000 ડૉલર આપી આવે. ‘ડબક’ લંડનમાં પોતાના હવાલાના કોન્ટેક્ટને ફોન કરીને ત્યાંના ચલણમાં ‘ખબક’ને નાણાં આપવાની સૂચના આપી દે એટલે કામ પતી જાય. આ બન્ને હવાલા ટ્રેડરો સમયાંતરે પોતપોતાના ચોપડે બોલતી રકમની લેવડદેવડ પતાવી દેતા હોય છે. આમાં ક્યાંય કોઈ કાગળ હોતો નથી, કોઈ કરવેરો ચૂકવાતો નથી અને કોઈ કસ્ટમ્સને પણ ગણકારતું નથી!

આ હવાલા રેકેટનો ઉપયોગ ગુનાકીય સંગઠનો, આતંકવાદી સંગઠનો, ડ્રગ્સના ડીલરો, શસ્ત્રોના ટ્રેડરો તથા માણસોની હેરાફેરી કરનારાઓ કરતા હોય છે. આ નાણાંના પ્રવાહમાં જ્યારે રાજકારણીઓનાં નાણાં ભળી જાય ત્યારે આવાં બધાં ખોટાં કામ કરનારાઓને આપોઆપ રક્ષણ મળી જાય છે. એટલું જ નહીં, એ બધાં જોખમી સંગઠનો દેશની સુરક્ષા સામે જોખમ ઊભું કરી દે તોપણ તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી, એવું ડિપ્લોમેટના અહેવાલમાં કહેવાયું છે. આપણે પણ તેના વિશે અગાઉના આ બ્લોગમાં વાત કરી હતી: (https://vicharkranti2019.com/2019/08/26/ચિદમ્બરમ-કરન્સી-સ્કેમ-નો/).

એક તબક્કે કૉંગ્રેસના નેતા ડી. કે. શિવકુમાર અને ચિદમ્બરમ હવાલા મારફતે થયેલા મની લૉન્ડરિંગના આરોપસર એક જ જેલમાં રખાયા હતા. કૉંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી એ બન્નેને મળવા જેલ ગયાં હતાં.

ડી. કે. શિવકુમાર વિશે આપણે ભવિષ્યમાં વાત કરીએ ત્યાં સુધી તમે પીગુરુસ ડોટ કોમ પરનો આ લેખ વાંચી શકો છોઃ https://www.pgurus.com/d-k-shivakumars-hawala-agents-turn-approvers-reveal-money-trail-chidambaram-ahmed-patel-on-the-radar/

ક્યારેક પરંપરાગત બૅન્કિંગ સિસ્ટમનો પણ હવાલા માટે ઉપયોગ થાય છે. મની લૉન્ડરિંગમાં હસન અલી ખાન નામની વ્યક્તિનો કેસ ઘણો જ કુખ્યાત રહ્યો છે. એ માણસે હવાલા મારફતે સહેલાઈથી 8 અબજ  ડૉલરની હેરાફેરી કરી હોવાનું કહેવાય છે. એક કેસમાં ચેઝ મેનહટ્ટન બૅન્કમાંના અકાઉન્ટમાંથી ખાનની સાથે સંકળાયેલા યુબીએસ બૅન્કના અકાઉન્ટમાં 30 કરોડ ડૉલર જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. સ્વિટઝરલૅન્ડમાં એક હોટેલની ખરીદી માટે આ જંગી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. એ રકમ શસ્ત્રોના વેચાણમાં મળેલી હોવાનું કહેવાય છે. હસન અલી અને તેનાં કારનામાં વિશે ડિપ્લોમેટનાં લેખિકા ક્લીઓ પાસ્કલ અગાઉ 2011 અને 2017માં લેખો લખી ચૂક્યાં છે (https://www.huffpost.com/entry/indian-corruption_b_931981).

આ નેટવર્ક એટલું વિશાળ અને ગુંથાયેલું છે કે તેમાં ભૂલા પડી જવાય. અત્યારે તો આપણે મૂળ મુદ્દા પર આવીએ. આપણે કરી રહ્યા છીએ પી. ચિદમ્બરમ વિશે ડિપ્લોમેટ સામયિકમાં લખાયેલા લેખ (https://thediplomat.com/2020/05/the-strategic-implications-of-indian-corruption/)ની વાત.

ચિદમ્બરમ પરિવારના અનેક સભ્યો વિશ્વમાં અનેક સ્થળોએ સંખ્યાબંધ પ્રોપર્ટી ધરાવતા હોવાનું ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં બહાર આવ્યું છે.

વિદેશમાં મોકલાયેલાં કાળાં નાણાંને ધોળાં કરવા માટેના રસ્તાઓ પણ ઉક્ત નેટવર્કે બનાવીને રાખ્યા છે. ચિદમ્બરમ નાણાપ્રધાન હતા એ અરસામાં શેરબજારમાં રોકાણ કરવા માટેની પાર્ટિસિપેટરી નોટ્સ પ્રખ્યાત હતી. આંતરરાષ્ટ્રીય સ્તરની નાણાકીય કંપનીઓ આ કામ કરી આપતી. ભારતના શેરબજારમાં જેઓ પ્રત્યક્ષપણે રોકાણ કરી શકતા નથી એવા લોકોને આ સુવિધા કરી અપાઈ છે. નિયમ અનુસાર તો એ નાણાં ક્યાંથી આવે છે તેનો છેડો દેખાવો જોઈએ, પરંતુ ચિદમ્બરમના કાળમાં બધું લોલમલોલ ચાલતું હતું. ભારતમાં લેવાતી લાંચનાં કાળાં નાણાં હવાલા મારફતે વિદેશ મોકલાતાં અને પી-નોટ્સ દ્વારા પાછાં ભારતમાં લવાતાં. શેરબજારમાં એ નાણાં રોકીને એ બજારની બીજી રમતો દ્વારા બીજા કરતાં વધુ કમાણી કરવામાં આવતી. એનએસઈના કૉ-લૉકેશન કૌભાંડ તરફ અહીં અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે.

ક્લીઓ પાસ્કલ કહે છે કે ભારતમાં પ્રામાણિકપણે અને મહેનતના જોરે આગળ વધતા માણસોને આ નેટવર્ક એટલી હદે હેરાન કરે છે કે તેઓ એમના માર્ગમાંથી બહાર ફેંકાઈ જાય છે. તાતા રિસર્ચના એક અહેવાલ મુજબ એનએસઈની સામે સ્પર્ધા ઊભી કરનારા જિજ્ઞેશ શાહનાં વેપાર સાહસોમાં દસ લાખ રોજગારોનું સર્જન થયું હતું.

ભ્રષ્ટ સિસ્ટમની સામે શાહનાં સાહસોને લીધે સ્પર્ધા ઊભી થઈ ત્યારે એમને માર્ગમાંથી દૂર કરાયા અને એ સાહસોમાં રહેલી સંભાવનાનો અંત લવાયો. આવું તો સમગ્ર ભારતીય અર્થતંત્રમાં થયું હોવાનું ડિપ્લોમેટનો અહેવાલ કહે છે.

ચિદમ્બરમ અત્યારે જામીન પર છૂટ્યા છે. જો કે, ડિપ્લોમેટનો અહેવાલ કહે છે કે ભારતીય અર્થતંત્રને નિચોવી નાખનારા લોકો સિસ્ટમમાં ઉંડે સુધી ખૂંપી ગયા છે. જો ભારત ઉંડે સુધી ઘૂસી ગયેલા ભ્રષ્ટાચારના પાશમાંથી મુક્ત થાય તો સમગ્ર વિશ્વમાં વિકાસ અને સ્થિરતા લાવવાની તેની ક્ષમતા છે.

ભારતમાં ભ્રષ્ટાચારની સામે લડી રહેલા લોકોને માત્ર દેશની અંદરના નહીં, દેશની બહારના લોકો પાસેથી પણ વધુમાં વધુ સહયોગની આવશ્યકતા છે. વિદેશી સરકારોએ ગેરરીતિનાં નાણાંના પ્રવાહને અટકાવવા માટે સહયોગ સાધવો રહ્યો. એ માત્ર ભારતના નહીં, એમના પણ હિતમાં છે, એવું ક્લીઓ પાસ્કલે લખ્યું છે.

ડિપ્લોમેટના લેખ પરથી લખાયેલી શ્રેણીના ત્રણ મણકા અહીં પૂરા થાય છે, પરંતુ વચ્ચે-વચ્ચે મળેલી કેટલીક માહિતી વિશે આપણી વાત ચાલતી રહેશે. વાંચકોને અનુરોધ છે કે તમે પણ સંકળાયેલા રહેજો.

—————————

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s