એફટી ગ્રુપને પહોંચાડાયેલા નુકસાનને કારણે દેશ કોમોડિટી માર્કેટમાં વૈશ્વિક લીડરશિપથી વંચિત રહી ગયો અને ઘણા યુવા આંત્રપ્રેન્યોર્સનું ભવિષ્ય બગડ્યું

પી. ચિદમ્બરમના ષડ્યંત્રના સહભાગી કે . પી. કૃષ્ણન

છેલ્લા બે દાયકામાં ભારતમાં નાણાકીય ક્ષેત્રે એક નામ ઘણું ખ્યાતિ પામ્યું. એ છે ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ (ઇન્ડિયા) લિમિટેડ. એક સમયે તેણે દેશ-વિદેશમાં 10 એક્સચેન્જોની સ્થાપના કરી હતી અને તેની સાથે સાથે એક્સચેન્જ પરિતંત્ર ગણી શકાય એવી કંપનીઓની પણ રચના કરી. ઘણા ઓછા સમયમાં અસાધારણ પ્રગતિ કરી હોય એવું આ એક ઉદાહરણ છે.

આ કંપનીની પ્રગતિને કારણે એનએસઈની સાથે સંકળાયેલાં સ્થાપિત હિતોને જાણે તકલીફ થઈ હોય એમ તેમણે તેના માર્ગમાં જાણીજોઈને અવરોધ નાખ્યો. તેનું કારણ એ હતું કે એફટીઆઇએલે એનએસઈ સામે અનેક રીતે મોટી સ્પર્ધા ઊભી કરી હતી. આ વિષયમાં આપણે ઘણી વિગતો અગાઉના બ્લોગ્સમાં વાંચી છે.

વચ્ચે બની ગયું એનએસઈએલ (નૅશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ)નું પ્રકરણ. આ કેસને સરકારી ઍજન્સીઓએ એવી રીતે હાથ ધર્યો કે તેનો હલ નીકળવાને બદલે કોકડું વધુ ગૂંચવાયું. જો કે, હવે અદાલતોમાં ન્યાય તોળાઈ રહ્યો છે. એફટીઆઇએલના સ્થાપક જિજ્ઞેશ શાહનો ‘ધ સન્ડે ગાર્ડિયન’માં પ્રકાશિત ઇન્ટરવ્યૂ આ કેસની વધુ કેટલીક ઝીણવટભરી માહિતી પર પ્રકાશ પાડનારો હોવાથી તેનો વધુ એક ભાગ અહીં રજૂ કરીએ છીએઃ

પ્રશ્નઃ ચિદમ્બરમે એનએસઈની કેવી રીતે તરફેણ કરી?

ઉત્તરઃ ચિદમ્બરમે એક બાજુ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને એમસીએક્સમાં આવતાં રોક્યાં અને બીજી બાજુ તેમને એનએસઈમાં રોકાણ કરવા કહ્યું. એનએસઈને એફટીઆઇએલની સ્પર્ધા સામે ટકાવી રાખવાની દૃષ્ટિએ તેમણે ચાલેલી આ ચાલનો અમલ મૂડી બજાર વિભાગના સંયુક્ત સચિવ કે. પી. કૃષ્ણને કર્યો. કૃષ્ણને એનએસઈની તરફેણમાં ભરેલું પગલું જોઈને ગ્રાહકસંબંધી બાબતોના સચિવ આઇ. માનસિંહે તેમને પત્ર લખીને પૂછવું પડ્યું કે તમે કેમ આ ક્ષેત્રનું ગળું ટૂંપી રહ્યા છો.

ચિદમ્બરમના નિકટના અધિકારીઓ એફટીનો વિકાસ અવરોધવા માગતા હતા અને બજારને તેની સંપૂર્ણ ક્ષમતા હાંસલ કરતી અટકાવવા માગતા હતા. આ બધું દેશના ભોગે થઈ રહ્યું હતું. પછી જે બન્યું એ કૉર્પોરેટ ઇતિહાસમાં અગાઉ ક્યારેય બન્યું ન હતું. એફટી સ્થાપિત એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) ગ્રાહકસંબંધી અને કૃષિ મંત્રાલયની હદમાં આવતું હતું. ચિદમ્બરમ અને કૃષ્ણન નાણાં મંત્રાલયનો હિસ્સો હતા. કૃષ્ણને એક નોંધ તૈયાર કરી હતી, જેની બાબતે તપાસ કરવાની જરૂર છે. હું તો એમ જ કહું છું કે એનએસઈમાં ચિદમ્બરમનાં કયાં હિત છે, તેમની માલિકી કેટલી છે અને ટ્રેડિંગનાં હિત કેટલાં છે તેની તપાસ થવી જોઈએ. આજે પણ હું સરકારને આ જ વાત કહી રહ્યો છું. તેની પાછળ આ કારણ છેઃ અમે એનસીડેક્સને ઘણું પાછળ રાખી દીધું હતું. તેમને લાગતું હતું કે એનસીડેક્સ પાછળ રહી જશે. એનએસઈ ખાનગી ક્ષેત્રની કંપની છે અને તેથી તેની પેટા કંપની તરીકે એનસીડેક્સ પણ એ જ ક્ષેત્રની હતી. તાતા સ્ટીલ, જિંદાલ, એસ્સાર અને મિત્તલ જેવી ખાનગી કંપનીઓ વચ્ચે સ્પર્ધા હોય એવી જ આ સ્થિતિ હતી. તેમાં સરકારે સૌના માટે સમાન નીતિ અમલી બનાવવી જોઈતી હતી અને તેમને મુક્ત બજારમાં સ્પર્ધા કરવાની મોકળાશ આપવી જોઈતી. સરકાર કોઈ એક કંપનીની તરફેણ કરીને બીજી કંપનીઓને ખતમ કરી ન શકે.

તમને યાદ હશે, ચિદમ્બરમે જાહેરમાં કહ્યું હતું કે એનએસઈએલ કેસ એક ખાનગી મામલો છે તેથી તેમાં સરકાર હસ્તક્ષેપ નહીં કરે. આમ છતાં તેમણે માયારામ સમિતિની રચના કરી. એમ કરવા પાછળ એફટીઆઇએલ ગ્રુપને નુકસાન પહોંચાડવાનો બદઇરાદો ન હતો તો બીજું શું હતું? ભારતમાં એનએસઈએલ કરતાં પણ મોટી કટોકટીઓ આવી ગઈ હતી, પરંતુ અગાઉ ક્યારેય સચિવના સ્તરની સમિતિની રચના થઈ ન હતી.

કૃષ્ણને નાણાં મંત્રાલયમાં રહીને આ મતલબની નોંધ લખી હતીઃ એમસીએક્સ એનસીડેક્સને પાછળ રાખીને પ્રથમ ક્રમાંક મેળવી રહ્યું છે તેથી એનસીડેક્સને કરવાની જરૂર છે.

આવું કહેનાર કૃષ્ણન ઈચ્છતા હતા કે બે સરકારી કંપનીઓ – એલઆઇસી અને નાબાર્ડ એનસીડેક્સમાંનો પોતાનો હિસ્સો એનએસઈને વેચી દે. એનસીડેક્સ સ્પર્ધા કરી શકે એ દૃષ્ટિએ બે સરકારી કંપનીઓના હિસ્સાના શેર એક ખાનગી કંપની એટલે કે એનએસઈને વેચી દેવાનો આદેશ આપવામાં આવ્યો. દરમિયાન, ચિદમ્બરમના મળતિયા અધિકારીઓએ એમસીએક્સને નુકસાન પહોંચાડવા માટેનાં અન્ય પગલાં પણ લીધાં.

અમે કૃષિ મંત્રાલયના કાર્યક્ષેત્ર હેઠળ હતા અને કૃષ્ણન ગ્રાહકસંબંધી કે કૃષિ એ બન્નેમાંથી કોઈ ખાતા સાથે સંબંધ ધરાવતા ન હતા. ચિદમ્બરમનું પણ એ મંત્રાલય ન હતું. નાણાં મંત્રાલયમાં રહીને કોઈ માણસ સાવ અલગ મંત્રાલયને લગતા વિષયે આવી નોંધ શું કામ લખે અને એ પણ એક ખાનગી કંપનીના લાભ માટે શું કામ લખે? એક ખાનગી કંપની બીજાને પછાડે એવું એક સરકારી ખાતાએ બીજાને કહ્યું. એમ કરવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો? સરકારનું કામ સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનું હોય છે. તેણે બધાને સરખા ગણવા જોઈએ.

આ બધું જણાવવાનું કારણ એ છે કે કોઈકને નુકસાન થાય એ રીતે બીજા કોઈકની તરફેણ કરવી એ ભ્રષ્ટાચાર અટકાયત ધારા હેઠળ ગુનો ગણાય છે. કૃષ્ણનની સામે આવાં પગલાં તો બાજુએ રહ્યાં, તેમની વિરુદ્ધ એક પણ પ્રાથમિક તપાસ પણ થઈ નથી.

પ્રશ્નઃ કૃષ્ણને આ બધું શું કામ કર્યું?

ઉત્તરઃ કે. પી. કૃષ્ણનનું હિત શું હતું એ બાબતે સરકારે તપાસ કરવી જોઈએ. અત્યાર સુધી કૃષ્ણન અને (રમેશ) અભિષેક બન્ને જણની સામે કોઈ ઍજન્સીએ તપાસ કરી નથી. કૃષ્ણન આ બધું કોના ઇશારે કરી રહ્યા હતા? ચિદમ્બરમે ભાગ્યે જ ક્યાંય સહી કરી હશે, પણ ઉપર જણાવ્યું એ કેસમાં તો ચિદમ્બરમે કૃષ્ણનની નોંધ પર સહી પણ કરી હતી. તેમણે ભરેલું પગલું સંપૂર્ણપણે ગેરકાનૂની અને નિર્લજ્જપણે લેવાયેલું હતું. નાણાં મંત્રાલયને કોઈ સંબંધ ન હોવા છતાં તેણે આવું શું કામ કર્યું? તેને કોની કાળજી હતી? એક ખાનગી કંપની (એમસીએક્સ)ને તોડી પાડીને બીજી (એનસીડેક્સ)ને મજબૂત કરવામાં એમનું શું હિત હતું? શું પોતાની પાસે સત્તા હોય તો તેનો ઉપયોગ કોઈકની તરફેણ માટે કરવો? આ બધું થઈ રહ્યું હતું ત્યારે તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહ ક્યાં હતા?

પ્રશ્નઃ શું તમને લાગે છે કે એ બાબતે હવે તપાસ થવી જોઈએ?

ઉત્તરઃ બીજી વારની મોદી સરકાર આવી છે અને તેમણે બીજી મુદતના પ્રથમ 100 દિવસમાં ભરેલાં હિંમતભર્યાં અને અભૂતપૂર્વ પગલાંને લીધે દેશ માટે નવી આશા જન્મી છે. મને લાગે છે કે અમારી કંપનીને તોડી પાડવાના કાવતરામાં ચિદમ્બરમે પોતાના મળતિયા અધિકારીઓ સાથે મળીને ભજવેલી ભૂમિકા વિશે તપાસ થવી જોઈએ.

બિઝનેસને હાનિ પહોંચાડનારા આરોપીઓ, પીડિતો તથા અન્યોની ઉલટતપાસ અદાલતમાં અને ઍજન્સીઓ દ્વારા કરવામાં આવવી જોઈએ, કારણ કે એમ કરીને જ જાણી શકાશે કે આ કેસમાં કોનાં કેટલાં હિત હતાં. અમે છેલ્લાં પાંચ વર્ષોમાં અનેક પોલિસીમેકર્સ સાથે વાત કરી ચૂક્યા છીએ, પરંતુ મળતિયા અધિકારીઓ અને ચિદમ્બરમ બધાને કોઈક ક્યાંક બચાવી રહ્યું હતું. કોઈ અદૃશ્ય હાથ રહેલો હતો. જો કે, મેં જોયું છે કે આ વખતે મોદી સરકારનું સ્વરૂપ અલગ છે. હવે કોઈ તપાસને દબાવી નહીં શકાય. વડા પ્રધાન મોદીએ ચિદમ્બરમને જેલમાં મોકલાવીને પ્રતિબદ્ધતા અને હિંમત દેખાડી આપી છે. અમારી કંપની સહિત સમગ્ર દેશની સામે ચિદમ્બરમે આચરેલા ગુનાઓની તપાસ થવી જોઈએ. અમને નુકસાન પહોંચાડાયું તેથી દેશ કોમોડિટી માર્કેટમાં વૈશ્વિક લીડરશિપથી વંચિત રહી ગયો અને ઘણા યુવા આંત્રપ્રેન્યોર્સનું ભવિષ્ય બગડ્યું.

———————————————————-

One thought on “એફટી ગ્રુપને પહોંચાડાયેલા નુકસાનને કારણે દેશ કોમોડિટી માર્કેટમાં વૈશ્વિક લીડરશિપથી વંચિત રહી ગયો અને ઘણા યુવા આંત્રપ્રેન્યોર્સનું ભવિષ્ય બગડ્યું

  1. આ સમગ્ર પ્રકરણ બાબત હવે બધાજ તથ્યો બહાર આવી ગયા છે તો પછી સમગ્ર દેશના હિતમાં હવે સરકારે તાત્કાલિક પગલાં ભરીને દોષીતોને આકરમા આકરી સજા દેવી જોઈએ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s