ચિદમ્બરમે એનએસઈને સ્પર્ધાથી બચાવવા માટે સતત પોતાની લાગવગનો દુરુપયોગ કર્યો હતો

જિજ્ઞેશ શાહે સ્થાપેલાં તમામ બિઝનેસ સાહસો એકદમ નવા આઇડિયામાંથી સર્જાયાં હતાં. તેમણે રચેલાં નવાં બજારોને લીધે અર્થતંત્ર તથા નાણાકીય ક્ષેત્રમાં મૂલ્યસર્જન થયું. આમ છતાં, આ જ બજારમાં તેમની સાથે કયા પ્રકારે અન્યાય થયો તેના વિશેની વાત આગળ વધારતાં ‘ધ સન્ડે ગાર્ડિયન’ના ઇન્ટરવ્યૂનો વધુ એક અંશ વાંચીએઃ

પ્રશ્નઃ તમારા ગ્રુપની સામે ક્યારથી સમસ્યાઓ ઊભી કરવામાં આવી?

ઉત્તરઃ ચિદમ્બરમની નિગેહબાની હેઠળ અમારા પર આવક વેરાનો દરોડો પાડવામાં આવ્યો હતો. કોઈ પણ કારણ વગર ભારતીય માર્કેટમાં ક્યારેય આટલા મોટા પાયે દરોડો પાડવામાં આવ્યો ન હતો. એ સમયગાળામાં ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ. ચિદમ્બરમે 7 જૂન, 2007ના રોજ દરોડાનો આદેશ આપ્યો હતો. તેની પાછળની ચાલ અમને માર્કેટમાંથી દૂર કરી દેવાની હતી, પરંતુ દરોડામાં કંઈ મળ્યું નહીં. તેમના આંતરિક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે દરોડામાં 300 કરોડ રૂપિયાની રોકડ મળવાની ધારણા છે. એ વખતમાં આ રકમ ઘણી મોટી કહેવાય. જો કે, કંઈ હોય તો મળે ને! દરોડામાં કંઈ મળ્યું નહીં. મુંબઈમાં દરોડા માટે આવેલી ટુકડીના એક અધિકારીએ અમને કહ્યું હતું, ”હું સત્તાવાર રીતે કંઈ કહી શકું નહીં, પણ જો મને કોઈ પૂછે તો હું એટલું ચોક્કસ કહી શકું કે મેં આટલી નિષ્કલંક કંપની ક્યારેય જોઈ નથી. અમે બધું જ તપાસી લીધું, પણ કંઈ ન મળ્યું. એકદમ સ્વચ્છ કંપની છે, પરંતુ મને આદેશ આપવામાં આવ્યા હોવાથી મારે આ કામ કરવું પડ્યું.”

પ્રશ્નઃ દરોડો પાડવા માટેનો આદેશ કોનો હતો?

ઉત્તરઃ નાણાપ્રધાને પોતાના મળતિયા અધિકારીઓની સાથે મળીને આદેશ આપ્યો હતો. ચિદમ્બરમ એ વખતે પુણે જવાના હતા. તેઓ પહેલાં મુંબઈ આવ્યા અને કહ્યું કે તેઓ પુણેથી મુંબઈ આવે તેની પહેલાં દરોડો પડી જવો જોઈએ. આવક વેરા ખાતાને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. દરોડામાં કંઈ મળ્યું નહીં હોવાનું તપાસ ટુકડીના સભ્ય પી. કે. મિશ્રે કહ્યું ત્યારે ચિદમ્બરમે ફોન પછાડ્યો હોવાનું કહેવાય છે. મને સમજાયું નહતું કે આ માણસ કેમ સ્પર્ધાને કચડી નાખવા માટે આટલી હદ સુધી સરકારી તંત્રનો ઉપયોગ કેમ કરે છે.

2007માં દબાણ વધ્યું. એક્સચેન્જના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય રોકાણ મેળવવામાં અમે પ્રથમ હતા. એ વખતે ચિદમ્બરમે આદેશ બહાર પાડ્યો કે કોઈ વિદેશી સંસ્થાકીય રોકાણકાર (એફઆઇઆઇ) ખાસ કરીને એમસીએક્સ સહિતની કોમોડિટી માર્કેટમાં રોકાણ કરી શકશે નહીં.

અમારા માટે અવરોધો ઊભા કરાયા, જ્યારે એનએસઈને વિદેશથી રોકાણ મેળવવા માટે લીલી ઝંડી બતાવવામાં આવી. નાણાપ્રધાન તરીકે તેમણે ફરી એક વાર એનએસઈની તરફેણ કરી. આટલું બધું થવા છતાં અમે એક્સચેન્જના ક્ષેત્રમાં એટલી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી કે ફિડેલિટી, સિટિબૅન્ક, મેરિલ લીન્ચ તથા ન્યૂ યોર્ક સ્ટૉક એક્સચેન્જે અમારી કંપનીમાં રોકાણ કર્યું. એમસીએક્સની કૂદકે ને ભૂસકે વૃદ્ધિ થઈ રહી હતી.

કે. પી. કૃષ્ણન સંયુક્ત સચિવ હતા. તેમને એમસીએક્સની ગાડીને પાટા પરથી ઉતારી દેવા માટેની ચાલ ચાલવા માટે મહોરું બનાવાયા હતા. તેમણે એનએસઈનો હિસ્સો ગોલ્ડમૅન સાક્સ, જનરલ એટલાન્ટિકને આપ્યો અને એનએસઈમાંથી સ્થાનિક રોકાણકારો નીકળી ગયા.

એનએસઈએ હંમેશાં એવી જ છાપ ઊભી કરી છે કે એ સરકારી કંપની છે. જીએસટી નેટવર્કમાં બન્યું એવું જ તેનું પણ હતું. એક સરકારી કંપની હોવાની છાપ ઊભી કરીને સરકારના પ્રોક્સી તરીકે કામ કરવાનું અને તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાનું તેમનું મોડેલ હતું.

ચિદમ્બરમે પોતાની પસંદગીના નિયમનકારની નિમણૂક થાય અને નાણાં નીતિનો વહીવટ થાય એ વાતનું જ ધ્યાન રાખ્યું. આખા ભારતની એક હદ હોય, તેને એક પોલીસ સ્ટેશન અપાયું હોય અને તેનો વડો ગુનાખોરી વૃત્તિ ધરાવતા માણસનો નોકર હોય તો શું હાલ થાય! ચિદમ્બરમ પોતાના માટે તથા મિત્ર-પરિવાર માટે પૈસા બનાવવા માગતી વૃત્તિના માણસ જેવા હતા. સેબીના વડા પણ ચિદમ્બરમના માણસ હતા. એનએસઈના સંચાલકો તેમની ઈચ્છાઓ પૂરી કરતા. તેમણે અનેક પ્રકારનાં ખોટાં કામ કર્યાં, દા.ત. સ્પર્ધાને કચડી નાખનારા દર રાખ્યા.

અમે એમસીએક્સ-એસએક્સ મારફતે કરન્સી ટ્રેડિંગ ઑફર કરવાની શરૂઆત કરી ત્યારે એનએસઈમાં સોદાવ્યવહારનો ખર્ચ કાઢી નખાયો. તેને કારણે સ્પર્ધા પડી ભાંગી. નાણાપ્રધાન તરીકે તેઓ ખુશ હતા, કારણ કે તેમની ચાલ સફળ નીવડી હતી. સેબીના વડા ‘તેમના માણસ’ હોવાથી એ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરાઈ.

અમે સેબીના વડા સી. બી. ભાવે પાસે ગયા ત્યારે તેમણે કહ્યું કે સેબી આ બાબતમાં માથું નહીં મારે. અમને કોમ્પિટીશન કમિશન ઑફ ઇન્ડિયા પાસે જવાનું કહેવામાં આવ્યું. નિયમનકાર તરીકે તેમણે બધા સાથે સમાન ઉચિત વ્યવહાર કરવો જોઈએ. કોમ્પિટિશન કમિશન નવું રચાયું હોવાથી તેની સામે કેસ લાવવામાં બે વર્ષ જેટલો સમય નીકળી ગયો.

પોતાની પાસે નાણાકીય શક્તિ હતી તેથી એનએસઈએ પોતાની ઈજારાશાહીને પડકારનાર એક નવોદિતને આ રીતે સ્પર્ધામાંથી બહાર કાઢવા માટેના કાવાદાવા કર્યા. ભારતીય રોકાણકારોના ભોગે એનએસઈમાંથી વિદેશીઓને ઈક્વિટી વેચવામાં આવી. એક સમયે એનએસઈમાં 40 કરતાં વધુ વિદેશી રોકાણકારો હતા.

અમારી સાથે થયેલા વ્યવહારને જોઈને વૈશ્વિક રોકાણકારો ચેતી ગયા. તેમણે જોયું કે સારી રીતે ચાલતી તથા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આશરે 10 લાખ રોજગારનું સર્જન કરનારી ઇનોવેટિવ કંપનીને નુકસાન કરે એવી નીતિ-રીતિ ભ્રષ્ટ પ્રધાનો અને અધિકારીઓએ અપનાવી છે.

———————————

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s