જિજ્ઞેશ શાહ વિરુદ્ધ શું થયું? કોણે કર્યું? શું કામ કર્યું? સર્જન-વિસર્જન અને નવસર્જનની દાસ્તાન (ભાગ – 2)

ગત 22મી ઑગસ્ટે ભૂતપૂર્વ પી. ચિદમ્બરમની ધરપકડ થઈ અને 2014માં એ જ તારીખે જિજ્ઞેશ શાહને એનએસઈએલ કેસ સંબંધે જામીન મળ્યા હતા. વળી, એનએસઈએલ કેસમાં એમપીઆઇડી કાયદો લાગુ પડતો નથી એવો મોટો ચુકાદો પણ મુંબઈ વડી અદાલતે આપ્યો. આમ, 5,600 કરોડની પૅમેન્ટ કટોકટીનો એનએસઈએલ કેસ જે પાયા પર ખોટી રીતે ઊભો કરાયો હતો એ જ પાયો વડી અદાલતે કાઢી નાખ્યો. એક કેસની ખોટા પાયા પર રચાયેલી ઈમારત તૂટી એ જ દિવસે ભ્રષ્ટાચારના આરોપસર પી. ચિદમ્બરમની ધરપકડ થઈ. આને કહેવાય કુદરતનો ન્યાય.

એફટીઆઇએલનાં વેપાર સાહસને લીધે નૅશનલ સ્ટૉક એક્સચેન્જની સામે સ્પર્ધા ખડી થઈ ગઈ અને તેથી તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમે પોતાના સાથીઓ – કે. પી. કૃષ્ણન અને રમેશ અભિષેકની સાથે મળીને શાહ તથા એફટીઆઇએલને ટાર્ગેટ બનાવ્યાં. તેમણે એવું કાવતરું ઘડ્યું કે એનએસઈએલમાં પૅમેન્ટ ડિફોલ્ટ સર્જાયો અને કોમોડિટી એક્સચેન્જોની નિયામક સંસ્થા – એફએમસી (ફોરવર્ડ માર્કેટ્સ કમિશન)એ એનએસઈએલને નવા કોન્ટ્રેક્ટ શરૂ નહીં કરવાનો આદેશ આપ્યો. જેનું કામકાજ ચાલી રહ્યું હોય એવા એક્સચેન્જ માટે એફએમસીએ આવું ઓચિંતું પગલું ભર્યું કેમ ભર્યું તેના વિશે સીબીઆઇ જેવી એજન્સીએ ગંભીરપણે તપાસ કરવાની જરૂર છે.

એ કેસને છ વર્ષ થવા છતાં હજી આવી તપાસ કેમ થઈ નથી? એનું કારણ એ કે ચિદમ્બરમ સરકારી અમલદારોમાં ઉંચી વગ ધરાવતા હતા. એફએમસીના પગલાને લીધે જુલાઈ 2013માં એનએસઈએલમાં પૅમેન્ટ ડિફોલ્ટ સર્જાયો.

અહીં જણાવવું રહ્યું કે ટેક્નૉલૉજીમાં માહેર જિજ્ઞેશ શાહની કંપનીએ 10 વર્ષોમાં 10 એક્સચેન્જોનું સર્જન કર્યું હતું તથા 10 લાખ રોજગાર પૂરા પાડ્યા હતા એવું તાતા ઇન્સ્ટિટ્યુટ ઑફ સોશિયલ સાયન્સીસ (ટીઆઇએસએસ)ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

****

‘ધ સન્ડે ગાર્ડિયન’ સાથેની મુલાકાતમાં જિજ્ઞેશ શાહે કહ્યું છે કે ખાસ કરીને નાણાપ્રધાન પી. ચિદમ્બરમને કારણે યુપીએ સરકારના કાર્યકાળમાં તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ચિદમ્બરમે પોતાની નિકટના એક્સચેન્જનાં હિતો સાચવવા માટે એમ કર્યું હતું.

કેન્દ્રીય નાણાપ્રધાન તરીકે ચિદમ્બરમે એનએસઈએલમાં પૅમેન્ટ કટોકટી સર્જી, એટલું જ નહીં, તેમણે કેટલાક અધિકારીઓની મદદથી આ કેસનો હલ લાવવાને બદલે તેને સતત અદ્ધર રાખ્યો. આમ કરવા પાછળનું કારણ એ હતું કે જિજ્ઞેશ શાહે પ્રમોટ કરેલા એક્સચેન્જ સહિતનાં સાહસોને તોડી પાડવાનો તેમનો બદઇરાદો હતો. આ બદઇરાદા પાછળનું કારણ એ હતું કે શાહની કંપનીને લીધે એનએસઈની ઈજારાશાહી જોખમમાં આવી ગઈ હતી. 

શાહનું કહેવું છે કે સંબંધિત ઍજન્સીઓ સઘન તપાસ કરશે તો ચિદમ્બરમ તથા તેમના મળતિયાઓ એનએસઈમાં કેટલાં હિત ધરાવે છે એની વિગતો બહાર આવી શકે છે. એફટીઆઇએલ વિરુદ્ધનું કાવતરું ઘડવામાં પી. ચિદમ્બરમને નાણાં મંત્રાલયમાં મૂડી બજાર વિભાગમાંના તત્કાલીન સંયુક્ત સચિવ કે. પી. કૃષ્ણન તથા એફએમસીના તત્કાલીન ચૅરમૅન રમેશ અભિષેકે સાથ આપ્યો હતો.

અભિષેકે એનએસઈએલમાં કામકાજ બંધ કરાવવાની ખોટી ભલામણ કરીને શાહના પ્રગતિશીલ સામ્રાજ્યને તોડી પાડવા માટેનું એક પાસું ફેંક્યું હતું. તેનું પરિણામ એ આવ્યું કે સારી રીતે ચાલતું એક્સચેન્જ અચાનક બંધ થયું અને પૅમેન્ટ કટોકટી સર્જાઈ.

રમેશ અભિષેક આટલેથી અટક્યા નહીં. તેમણે સ્થાપિત નિયમોની વિરુદ્ધ જઈને શાહ તથા તેમની મુખ્ય કંપની એફટીઆઇએલને નુકસાન થાય એવા અનેક વહીવટી, નિયમનકારી અને કાનૂની અવરોધો ઊભા કર્યા, જેને લીધે કંપની કળણમાં ખૂંપતી ગઈ. તેની પાછળનાં કારણો સીબીઆઇની તપાસમાં બહાર આવી શકે છે.

ચિદમ્બરમ, કૃષ્ણન, અભિષેક અને એનએસઈની ટોળકીએ મનસ્વી તથા ગેરકાનૂની રીતે એફટીઆઇએલને તારાજ કરી. એફટીઆઇએલ ગ્રુપને થયેલું નુકસાન ફક્ત એ ગ્રુપ પૂરતું ન રહ્યું. તેને કારણે દેશને પણ ઘણું મોટું નુકસાન થયું છે.

જિજ્ઞેશ શાહ કહે છે કે મોદી સરકારે ચિદમ્બરમના નેટવર્કનો પર્દાફાશ થાય એ રીતે તપાસ કરવી જોઈએ. એ નેટવર્ક ભારતીયોના ભોગે સ્થાપિત હિતોને તથા વિદેશી તત્ત્વોને લાભ કરાવતું રહ્યું છે.

(મુલાકાતની વિગતવાર પ્રશ્નોત્તરી આગામી મણકામાં)

———————————————-

One thought on “જિજ્ઞેશ શાહ વિરુદ્ધ શું થયું? કોણે કર્યું? શું કામ કર્યું? સર્જન-વિસર્જન અને નવસર્જનની દાસ્તાન (ભાગ – 2)

  1. એક મોટું આશ્ચર્ય એ છે કે હજી સુધી રમેશ અભિષેક અને કે પી કૃષ્ણન સામે કાઈજ પગલાં લેવામાં આવેલ નથી અને કૃષ્ણન તો હજી પણ વગદાર હોદા ઉપર છે. જ્યા સુધી આ લોકોની વગ સરકારી અમલદારશાહીમાં ઓછી નહીં થાય ત્યાં સુધી યોગ્ય અને ઝડપી પગલાં નહીં ભરાય.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s