રમેશ અભિષેકે જ્યારે બંધારણની વિરુદ્ધ જઈને પોતાના ફરિયાદી વિશે પૂછપરછ કરાવી

રાજકારણીઓ અને સનદી અધિકારીઓ (આઇએએસ ઑફિસરો) વચ્ચે ચોલી-દામન કા સાથ હોવાની આપણે વાત કરી ગયા છીએ. તેનું વધુ એક અને નવીનતમ ઉદાહરણ આટલું જલદી મળી જશે એવું ધાર્યું ન હતું.

આ વાત છે રમેશ અભિષેક (હાલના ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશનના સેક્રેટરી તથા ફોરવર્ડ માર્કેટ્સ કમિશનના ભૂતપૂર્વ ચૅરમૅન)ની. જાણીતા વિચારક શ્રી ઐયરના લેખો રમેશ અભિષેક વિશે લખાયા છે અને વેબસાઇટ – https://www.pgurus.com પર પ્રગટ થયા છે. શ્રી ઐયરે એક વ્હીસલબ્લોઅર દ્વારા કરાયેલી ફરિયાદના આધારે આ લેખો લખ્યા છે. તેનો ઉપયોગ આપણી આ વેબસાઇટ પર પણ થયો છે.

રમેશ અભિષેક વિશે બે લેખ લખાયા બાદ દિલ્હીના સરોજિની નગર પોલીસ સ્ટેશનના પોલીસોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓના આદેશથી વ્હીસલબ્લોઅરની ફરિયાદ સંબંધે પૂછપરછ માટે એક વ્યક્તિનો સંપર્ક સાધ્યો. અહીં જણાવવું રહ્યું કે કાયદો-વ્યવસ્થા સંબંધિત રાજ્ય સરકારના અખત્યાર હેઠળ આવે છે. આથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓને સીધી પૂછપરછ કરવાનો કોઈ અધિકાર નથી.

પી. ગુરુસ જણાવે છે કે રમેશ અભિષેકના કહેવાથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાંના તેમના મિત્રોની સૂચનાથી દિલ્હી પોલીસે મુંબઈ જઈને એ લોકોને ધાકધમકી આપી, જેમણે અભિષેકના પરિવાર અને તેમની સંપત્તિને લગતી માહિતી વ્હીસલબ્લોઅરને આપી હોઈ શકે. કહેવાય છે કે દિલ્હી આ પોલીસ અધિકારીઓના હવાઇપ્રવાસનો ખર્ચ રમેશ અભિષેકના પરિવારજનોએ ભોગવ્યો હતો.

સનદી અધિકારીઓની વચ્ચે પણ ઘણા ઘનિષ્ઠ સંબંધો હોય છે. એ વાત એના પરથી કહી શકાય કે રમેશ અભિષેકના કહેવાથી ગૃહ મંત્રાલયના અધિકારીઓએ દિલ્હી પોલીસને સૂચના આપી અને દિલ્હી પોલીસ બીજાના પૈસે મુંબઈ જઈને પૂછપરછ કરી આવી, જેના માટે તેને કોઈ સત્તા ન હતી. દેશના બંધારણની વિરુદ્ધ જઈને આ કામ થયું હતું.

રમેશ અભિષેકની વિરુદ્ધ ફરિયાદ કરનાર વ્હીસલબ્લોઅરનું કહેવું છે કે અભિષેકે પોતાની દીકરીની કાનૂની કંપનીનો ઉપયોગ પોતાના હિત માટે કર્યો હોય એવા અનેક કિસ્સાઓ છે. તેમની દીકરીને કાનૂની કન્સલ્ટન્સી ફી તરીકે અપાતી રકમ ખરેખર તો તેમને અપાતાં નાણાં હોય છે.

પી. ગુરુસે વધુમાં કહ્યું છે કે વનીસા અગરવાલે ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી લીધી હોવાનું તેમની કંપની થિંકિંગ લીગલમાં લખાયું છે. વ્હીસલબ્લોઅરની ફરિયાદ મુજબ વનીસા એક સાથે ચાર અલગ અલગ જગ્યાએ કામ કરે છે અને તેમાંથી ઉંચો પગાર અને ભથ્થાં મેળવે છે.

આ કંપનીઓમાં ક્રૉફર્ડ બાયલે, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ અને રોથ્સચાઇલ્ડ ઍન્ડ કંપનીનો સમાવેશ થાય છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના તેમના આઇડી કાર્ડ પર લીગલ ઑફિસર તરીકે તેમની ઓળખ અપાઈ છે.

સનદી અધિકારી તરીકે રમેશ અભિષેકે ઉચિત વ્યવહાર રાખવો જરૂરી બને છે, પરંતુ તેમણે દીકરીની કંપનીની ટ્વીટ્સ અનેક વખત રીટ્વીટ કરી છે. વ્હીસલબ્લોઅરે જણાવ્યા રમેશ અભિષેક ખુલ્લેઆમ કહે છે કે તેઓ પોતાના મળનારાં નાણાં વનીસા અગરવાલને કાનૂની કન્સલ્ટન્સી ફી અથવા રિટેનરશિપના સ્વરૂપે આપી શકે છે. એટલું જ નહીં, ખાનગી ક્ષેત્રની થિંકિંગ લીગલને પ્રમોટ કરવા માટે સરકારી મેકઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને ઇન્વેસ્ટ ઇન્ડિયાનાં ટ્વીટર હેન્ડલનો બેફામ ઉપયોગ થયો હતો. પછીથી ફરિયાદ થતાં અનેક ટ્વીટ કાઢી નખાઈ હતી.

———————————————————-

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s