ઇનોવેટર-આન્ત્રપ્રેન્યોર જિજ્ઞેશ શાહની ‘મેક ઈન ઈન્ડિયા‘ની સફળ સ્ટોરીને ખતમ કરનાર કોણ છે?

અગાઉ આપણે એનએસઈ (NSE)ની ખુલ્લેઆમ તરફેણ અને એનએસઈએલ (NSEL)ની બેફામ ઉપેક્ષા તેમ જ તેને કરાયેલા ભારોભાર અન્યાયની વાત કરી, જેમાં આપણે તત્કાલીન ફાઈનાન્સ મિનિસ્ટર – એટલે કે પી. ચિદમ્બરમે કેવી રીતે સફળ ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટોરીને ખતમ કરી તેની વાત કરી.
આ ‘મેક ઇન ઇન્ડિયા’નું સર્જન કર્યુ હતું જિજ્ઞેશ શાહ નામના ઇનોવેટર અને આન્ત્રપ્રેન્યોરે. તેમણે ઊભી કરેલી સ્પર્ધાથી ગભરાઈને એનએસઈનાં સ્થાપિત હિતોના રક્ષકોએ જિજ્ઞેશ શાહ સામે કાવાદાવા રચીને તેમને એનએસઈએલની પૅમેન્ટ ક્રાઈસિસમાં ખોટી રીતે સંડોવી દીધા.
નોંધનીય છે કે જિજ્ઞેશ શાહ હાર્યા નથી અને લડત આજે પણ ચાલુ રાખી છે. જિજ્ઞેશ શાહ આજે પણ એકલા હાથે સમગ્ર સિસ્ટમ, સ્થાપિત હિતો, સ્વાર્થી હિતો, રાજકીય વગદારો, પાવરફુલ બ્રોકરો, સરકારી અધિકારીઓ સામે લડી રહ્યા છે. હવે તેમને અદાલત પાસેથી જ આશા અને વિશ્વાસ છે.
શું છે તેમની ‘મેક ઇન ઇન્ડિયા’ સ્ટોરી? આ માત્ર સ્ટોરી નથી, બલકે પુરવાર થયેલી હકીકત છે. આ ઇનોવેટરે દસ વરસમાં દેશમાં અને પરદેશમાં દસ એક્સચેન્જ સફળતાપૂર્વક ઊભાં કર્યાં હતાં. એટલું જ નહીં, એ બધાંને સફળતાપૂર્વક ચલાવ્યાં પણ હતાં. દુબઈ, બોત્સ્વાના, મોરિશિયસ, સિંગાપોર ઉપરાંત દેશમાં પાંચ એક્સચેન્જ. તેમનાં એક્સચેન્જ કોમોડિટીઝ, સ્ટૉક્સ, પાવર ક્ષેત્રે રચાયાં. આમ જોવા જઈએ તો તેમણે આખી ઈકોસિસ્ટમ ઊભી કરી હતી. વર્તમાન વડાપ્રધાને 2014માં સત્તા પર આવીને જે મેક ઈન ઈન્ડિયાની વાત કરી હતી, એ મેક ઈન ઈન્ડિયા જિજ્ઞેશ શાહે ઓલરેડી પુરવાર કરી દીધું હતું. તેમણે ઘણાં માઈલસ્ટોન ઊભાં કર્યાં. દસ લાખ જોબનું સર્જન કર્યુ, કોમેક્ષ ટર્નઓવરને વિશ્વમાં ટોચનું -અગ્રણી સ્થાન અપાવ્યું. વેરહાઉસિંગના કનસેપ્ટને નોખી રીતે વિકસાવ્યો. કોમોડિટીઝ ફ્યુચર્સ વિશે જાગૃતિ ફેલાવી. માર્કેટને વ્યાપક બનાવી. કોઈ એક્સચેન્જનો આઈપીઓ આવ્યો હોય એવું પહેલીવાર જિજ્ઞેશ શાહે કરી બતાવ્યું. એમસીએક્સનો ઈસ્યૂ લાવી તેને સફળ બનાવ્યો. તેનું લિસ્ટિંગ કરાવ્યું. આમ, સામે ચાલીને એક્સચેન્જની પારદર્શકતા વધારી. આવું કોણ કરે?
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ છેલ્લાં કેટલાય વખતથી આઈપીઓ લાવવાનું ટાળી રહ્યું છે. તેના સ્ટેકહોલ્ડર્સે પ્રેશર લાવ્યું હોવા છતાં તેનો ઇશ્યૂ લવાયો નથી! આ કેવું ?
હવે આ જ એનએસઈ એમસીએકસ સાથે મર્જર કરી પરોક્ષ લિસ્ટીંગ મેળવવાની ચાલાકી અજમાવી રહ્યું હોવાની વાતો ચાલી છે. જિજ્ઞેશ શાહે જેને નંબર વન બનાવ્યું એ એક્સચેન્જ સહિત તેમની પાસેથી તેમણે સ્થાપેલાં બીજાં એક્સચેન્જ પણ તેમને વેચાવી નાખ્યાં. આમ કરીને સરકારે સ્થાપિત હિતોના દબાણને વશ થઈ જિજ્ઞેશ શાહનાં સાહસોને તો નુકસાન પહોંચાડ્યું જ છે, સાથે રાષ્ટ્રને પણ ઘોર અન્યાય કર્યો છે.
આ અન્યાય સામે આજે પણ જિજ્ઞેશ શાહની લડાઈ ચાલુ છે. આ લડાઈ અન્યાય સામે છે, અસત્ય સામે છે. આ લડાઈમાં સત્યની જીત બહાર આવવા લાગી છે, જે સાહસિકો માટે પ્રેરણા સમાન છે. નવોદિત આન્ત્રપ્રેન્યોર માટે દીવાદાંડી સમાન આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જિજ્ઞેશ શાહના પ્રકરણની વાત હવે પછી પણ કરતાં રહીશું…
——-